29/09/2020
Breaking News

સાબરકાંઠા એસ.પી સાહેબ દ્વારા હું છું કોરોના કિલર મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતામાં વંશ દિલીપભાઈ પ્રજાપતિ વિનર થયા

સાબરકાંઠા એસ.પી સાહેબ દ્વારા હું છું કોરોના કિલર મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતામાં વંશ દિલીપભાઈ પ્રજાપતિ વિનર થયા
અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના મહામારી વાયરસ ચાલી રહી છે તેવામાં સાબરકાંઠા એસ.પી શ્રી ચૈતન્ય માંડલીક દ્વારા “હું છું કોરોના કિલર” મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતા રાખવામાં આવી હતી જેમાં હિંમતનગર શહેરમાં જનકપુરી સોસાયટીમાં રહેતા વંશ દિલીપભાઈ પ્રજાપતિ વીડિયોના મધ્યમથી લોકોને કઈ રીતે સાવધાની રાખવી તે વિશેનો વિડિયો બનાવ્યો હતો તેમાં તે વિનર થયા હતા જેના અનુસંધાનમાં સાબરકાંઠા એસ.પી. વતી સાબરકાંઠા પોલીસ દ્વારા કોરોના સેફ્ટી કિટ ઘરે બેઠા આપવામાં આવી હતી અને ઘરમાં અંદર રહેવાની સલાહ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતુ.
વંશ દિલીપભાઈ પ્રજાપતિએ પ્રજાને સંદેશ આપતા જણાવ્યું હતું કે ઇમરજન્સી કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને જ્યારે નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરવું અને વધારે ભીડભાડ વાળી જગ્યાએ જવું નહીં અને જ્યારે બહારથી આવ્યા હોય ત્યારે ઘરની અંદર આવતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ડોક્ટર , પોલીસ કર્મી , પત્રકારો અને ધાર્મિક સંસ્થાઓ જે પોતાની જાનની પરવા કર્યા વગર કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે મદદ કરી રહ્યા છે તેમને વંશ પ્રજાપતિ અને તેમના પરિવારે દિલથી સલામ કરી તેમનો આભાર માન્યો છે
રિપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *