29/09/2020
Breaking News

પ્રાંતિજ તાલુકાના મોયદ માંઢા ગામની મહિલાની કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળ્યો

પ્રાંતિજ તાલુકાના મોયદ માંઢા ગામની મહિલાની કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળ્યો
અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ની ઝપેટમાં આવનાર લોકો ની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે ત્યારે પ્રાંતિજ તાલુકા ના મોયદ માંઢા ગામની એક મહિલા કિરણબેન અનિલભાઈ રાઠોડ ઉ.વ.34 નો આજે રેપોટ પોઝીટીવ આવતા સાબરકાંઠા માં કારોના સંખ્યામાં વધારો થયો છે તો મળતી માહિતી મુજબ હિંમતનગર ની આવિષ્કાર હોસ્પિટલમાં થી સંક્રમિત થવાના કારણે કિરણબેન નો રિપોર્ટ પોઝિટિવ હોવાની આંશંકા એ સમગ્ર પંથક ને ભય માં મૂકી દીધો છે તો અત્યારે આ મહિલા નો રીપોર્ટ પોઝિટિવ આવતા સાબરકાંઠા માં કોરોના પોઝિટિવ ની સંખ્યા 2 થવા પામી છે અને કિરણબેન રાઠોડ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાથી થી સમગ્ર તંત્ર દોડતું થયું છે અને તેના માટે જરૂરી પગલા હાથ ધરીને તંત્ર યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે

રિપોર્ટર : અલ્પેશ નાયક
BG NEWS
પ્રાંતિજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *