29/09/2020
Breaking News

ચુંદડી ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર છંટકાવની કામગીરી

ચુંદડી ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર છંટકાવની કામગીરી
સીંગવડ તાલુકા ની ચુંદડી ગ્રામ પંચાયતમાં ચુંદડી ગામના સરપંચ શ્રી મુકેશભાઈ ડામોર દ્વારા સમગ્ર ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્યારે જે કોરોનાવાયરસ ની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સરપંચશ્રી દ્વારા ચુંદડી ગામમાં કે તાલુકામાંથી કોરોનાવાયરસ નો અત્યાર સુધીમાં એક પણ કેસ આવ્યો નથી અને ફરી પણ આવો કોઈ બનાવ ના બને તેની સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગામની અંદર સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત ગામની અંદર રોડ રસ્તાઓ ઉપર આવેલી દુકાનો ને અને શેરી રસ્તાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા જ્યાં લોકોની અવર જવર વધારે રહેતી હતી તેવી જગ્યા ઉપર પણ સેનેટ રાઈઝીન્ગ કરવામાં આવ્યું હતું અને લોકોને સમજણ પણ આપવામાં આવી હતી
રિપોર્ટ -મુકેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *