29/09/2020
Breaking News

ઉમરાળા ના લીમડા ગામે NAFS રાશનકાર્ડ ધારકોના અેકાઉન્ટમાં ૧૦૦૦રૂ, જમા કરવાનું શરૂ

ઉમરાળા ના લીમડા ગામે NAFS રાશનકાર્ડ ધારકોના અેકાઉન્ટમાં ૧૦૦૦રૂ, જમા કરવાનું શરૂ
એક તરફ સમગ્ર દુનિયા ઉપર કોરોના નો કહેર છવાયે છે
તેને ધ્યાનમા લઈને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે પ્રથમ ૨૧ દિવસ લોકડાઉન પછી બીજા ૧૯ દિવસ લોકડાઉન યથાવત રાખ્યું છે તેને ધ્યાનમા રાખીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે ગરીબ લોકોને ધ્યાનમા લઈને ખૂબ અગત્યનો નિર્ણય લીધો છે,
રાષ્ટ્રીય અન સલામતી કાયદો ૨૦૧૩ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અનુસંધાને,
NAFS રાશન કાર્ડધારકોના બૅન્ક એકાઉન્ટમા ૧૦૦૦ રુ,જમા કરવામાં આવી રહ્યું છે
ઉમરાળા તાલુકાનાં લીમડા(હનુભાના) ગામે ૩૦૭ રાશન કાર્ડ ધારકોની યાદીછે,
લીમડા ગામના રાસન નથી દુકાનના ડીલર શ્રી રાકેશભાઈ વી, દૂધરેજિયા તેમજ
લીમડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી વિજયભાઈ કે, પટેલ પોતાની જવાબદારી સાંભળીછે. તેમજ લીમડા ગામના ભાજપના અગ્રણી શ્રી ધર્મવીરસિહ ગોહિલ (પિન્ટુભાઈ) પણ લોકોને
શાંતિ જાળવવા તેમજ એક બીજા માણસો વચ્ચે અંતર રાખી ઊભું રેવા પોતે હજાર રહીને કાર્ય
શરૂ કર્યું છે, તેમજ લીમડા ગામના સરપંચ શ્રી વિજયસિહ ગોહિલે પોતાના ગ્રામ્ય જનોને ઘરે રહેવા નમ્ર અપીલ કરેલ છે.
રીપોર્ટ :- પ્રકાશકુમાર જોશી
ઉમરાળા
મો. 9924573242

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *