29/09/2020
Breaking News

રૂવાબારી મુવાડા પ્રા. શાળામાં ૫ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક શ્રી દ્વારા ગણિત વિજ્ઞાન નું મટીરીયલ તૈયાર કરીને આપવામાં આવ્યું

રૂવાબારી મુવાડા પ્રા. શાળામાં ૫ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક શ્રી દ્વારા ગણિત વિજ્ઞાન નું મટીરીયલ તૈયાર કરીને આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંતરિયાળ વિસ્તાર માંથી આવતા હોય તેમજ તેમના મોટા ભાગના વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ તેમજ T. V ની પણ પુરતી સુવિધાઓ નથી તો તેને ધ્યાનમાં રાખીને શાળાના શિક્ષક શ્રી ચૌહાણ સંજય કુમાર ગુલાબસિંહ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
અત્યારે ચાલી રહેલા કોરોના મહામારી ના સમયમાં બાળકોને શિક્ષણ વિભાગ દ્વારા તેમજ જી. સી. ઇ. આર. ટી દ્વારા પણ ઘરે બેસી ભણી શકે તે માટે ખૂબ જ સારુ મટીરીયલ પણ whatsapp કે ફેસબુકના માધ્યમથી પહોંચતું કરવામાં આવે છે પરંતુ વાલીઓ પાસે પૂરતી સુવિધાઓના અભાવના કારણે મોટાભાગના બાળકો પાસે પહોંચી શકે તેમ નથી તેને ધ્યાનમાં લઇ શાળાના શિક્ષક શ્રી ચૌહાણ સંજયકુમાર ગુલાબસિંહ જેઓ ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા હોય તેમને સ્વનિર્મિત મટીરીયલ “ચાલો ગણિત પાકું કરીએ” જાતે બનાવી તેની હાર્ડ કોપી તૈયાર કરી તે મટીરીયલ ના સેટ બનાવી ગામના સરપંચશ્રી તેમજ આગેવાનોની મદદ લઇ તારીખ ૨૪/૦૪/૨૦૨૦ ના રોજ રૂબરૂ ગામના દરેક કુટુંબમાં બાળકો જોડે પહોંચતું કરવામાં આવ્યું અને તેની સમજૂતી પણ આપવામાં આવી જેથી કરીને બાળકો ઘરે બેસીને પણ હોમવર્ક કરી શકે. તે બદલ ગ્રામજનો તેમજ સરપંચ શ્રી દ્વારા શિક્ષક શ્રી એ કરેલ પ્રયત્નોના ખુબ જ વખાણ કરવામાં આવ્યા
રીપોર્ટ :- હર્ષદ પટેલ
રૂવાબારી મુવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *