29/09/2020
Breaking News

વણઝારા સમાજમાં ટ્રસ્ટ દ્વારા ૭૪૦૦૦/ રૂપિયાની આર્થિક સહાય અપાઇ

વણઝારા સમાજમાં ટ્રસ્ટ દ્વારા ૭૪૦૦૦/ રૂપિયાની આર્થિક સહાય અપાઇ
ગોર વણઝારા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વણઝારા સમાજના પંચમહાલ, દાહોદ , મહિસાગર, વડોદરા, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના ૧૪૮જેટલા અનાથ, દિવ્યાંગ, નિ:સંતાન અને નિરધાર વિધવા બહેનોને સમાજના વડીલો અને યુવા ભાઈઓ દ્વારા ભંડોળ એકત્ર કરી કોરોનારૂપી મહામારીમાં મદદરૂપ થવાની ભાવનાથી પ્રત્યેકને રૂપિયા ૫૦૦/-ની સહાય આપેલ છે.
ટ્રસ્ટની આ કામગીરીને વડીલોએ બિરદાવેલ છે.આવા કપરા સમયે સહાય પ્રાપ્ત કરનારાઓની ચહેરાની ચમકે યુવાઓમાં સમાજ માટે હજુ ઘણુંબધું કરવાની ચેતના જગાવી. બાકી રહી ગયેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓની યાદી મળતા તેમને પણ મદદ કરવાની ભાવના સાથે આ કાર્યમાં સહકાર આપવા બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગુલાબસિંહ વણઝારાએ સૌનો ખૂબ ખૂબ આભાર માનેલ છે.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *