29/09/2020
Breaking News

ચાણસ્મા હાઇવે ની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ ચાલુ

ચાણસ્મા હાઇવે ની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ ચાલુ
પાટણ જિલ્લાના ચાણસ્મા ની હદમાં મહેસાણા હાઇવે પર કોચરિયા તળાવ પર સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ થઈ રહ્યું છે. જે જગ્યાએ આ બોરિંગ બનાવવામાં આવે છે તે સરકારી જમીનમાં કોઇપણ પ્રકારની સરકારી મંજૂરી વગર કામગીરી ચાલુ… બે દિવસ પહેલા એક જાગૃત પત્રકાર આ જગ્યાએ રૂબરૂ પહોંચીને માહિતી મેળવતાં ખબર પડી કે આ બોરિંગ ચાણસ્મા એક આગળ પડતાં વ્યક્તિ ની મહેરબાની થી થઈ રહ્યું છે. પણ ખોટું તે ખોટું જ છે. આ વિસ્તારમાં 10 થી 12 પાકા મકાનો પણ આવેલા છે આ મકાનો ની પણ મંજૂરી નગર પાલિકા દ્વારા આપવામાં આવે છે કે નહીં તે પણ એક સવાલ છે તેમ છતાં આ વિસ્તારના લોકોને પાણી માટે નગર પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે.. લાઈટ માટે મીટર આપવામાં આવ્યા છે તો આ બોરિંગ ક્યાં કામ માટે બનાવવામાં આવે છે.. શુ કોઈ પરવાનગી ની જરૂર નથી… શુ ગમે ત્યારે ગમે ત્યાં સરકારી જમીનમાં બોરિંગ કરી શકાય છે.. શું નગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે…. શુ મામલતદાર શ્રી દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. કે પછી કોઈની બિક જ નથી..આવા ગેરકાયદેસર કામ કરતાં લોકોને કડકમાં કડક સજા ફટકારી આ કામ તરત જ બંધ કરાવી દેવું જોઈએ. અને જે લોકો અંદર ખાને આવા કામમાં મદદ કરે છે તેમને પણ ખબર પડે કે સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ કેમ કરાય… આવા તત્વો ને પડકીને સ્થાનિક મામલતદાર સાહેબ કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *