28/09/2020
Breaking News

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
અત્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારી વાયરસ ચાલી રહ્યો છે તેવામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાથમિક શાળા અંતેલા ખાતે તારીખ 14/05/2020 ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી ના સમયે ખાસ કરીને સગર્ભા માતા (અનેમિયા), સિકલ સેલ માતા, , કુપોષિત બાળકો , થેલે સેમિયા વાળા દર્દીઓ વગેરેને જરૂરિયાત ના સમયે લોહી ની અછત ના પડે અને લોહી આસાનીથી મળી રહે તેવા શુભ હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવા કપરા સમયમાં “રક્તદાન એ મહાદાન” ને સાર્થક કરતા સોશિયલ ડિસ્ટન્સ રાખીને કુલ 17 બોટલ રક્ત ડોનેશન કરીને એક સુંદર માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા દ્વારા અવારનવાર જન જાગૃતિ માટે કાર્યક્રમ નુ આયોજન કરતા રહે છે. તારીખ 13/02/2020 ના રોજ પણ રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર કુલ ૪૧ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. સાથે સાથે હોમીયો પેથીક અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોને રોજેરોજ માઈક લઈને કોરોનાવાયરસ વિશે માહિતી આપવામાં આવી રહી છે તથા તેમના વિસ્તારમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ રીતે ટીમ લીડર સાથે ટીમ હેલ્થ અંતેલા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જે બીજા આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બને છે
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *