28/09/2020
Breaking News

કોરોના બંદોબસ્ત માં ફરજ બજાવતા હોમગાર્ડ , જી.આર.ડી. , અને ટી.આર.બી. સ્ટાફને પોલીસ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

કોરોના બંદોબસ્ત માં ફરજ બજાવતા હોમગાર્ડ , જી.આર.ડી. , અને ટી.આર.બી. સ્ટાફને પોલીસ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
અત્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારી વાયરસ ના લીધે લોક ડાઉન ચાલી રહ્યું છે તેવામાં પોલીસ તંત્ર 24 કલાક ખડે પગે ઉભા રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે લોક ડાઉનનુ ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. આ કોરોના મહામારી ના સમયમાં ફરજ બજાવતાં હોમગાર્ડ , જી.આર.ડી અને ટી.આર.બી ના જરૂરિયાત મંદ સ્ટાફને ડિ.વાય.એસ.પી શ્રી કે.એમ. દેસાઈ સાહેબ લીમખેડા , પી.આઈ. શ્રી એમ. કે. ચૌધરી સાહેબ , પી.એસ.આઈ. શ્રી એન. પી. સેલોત સાહેબ નાઓએ પિપલોદ આઉટ પોસ્ટ , દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન તથા લીમખેડા પોલીસ સ્ટેશન માં કોરોના ના બંદોબસ્તમાં ફરજ બજાવતાં જરૂરિયાત મંદ હોમગાર્ડ , જી. આર. ડી. અને ટી. આર. બી. ના સ્ટાફને પીપલોદ આઉટ પોસ્ટ ખાતે 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *