28/09/2020
Breaking News

બનાસકાંઠા પત્રકાર સંઘના નવા પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

બનાસકાંઠા પત્રકાર સંઘના નવા પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી
પાલનપુરના વિશ્રામગૃહ ખાતે મીટીંગ યોજવામાં આવી
બનાસકાંઠા પત્રકાર એકતા સંઘની મીટીંગ આજે પાલનપુરના વિશ્રામગૃહ ખાતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પત્રકારોમાં એકતા બની રહે તે માટે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા આજે પાલનપુર ખાતે વિશ્રામગૃહ મુકામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રતિભાઇ લોહ તથા ઉપપ્રમુખ તરીકે અનિલભાઇ ઠક્કર, મંત્રી તરીકે વિજયસિહ ઝાલા, સહમંત્રી તરીકે જયંતીભાઇ મેતિયા તેમજ ખજાનચી તરીકે કૌશલભાઈ જોશી તથા સહ ખજાનચી તરીકે મહેશભાઇની વરણી કરવામાં આવી હતી. તે ઉપરાંત સભ્યોમાં નરેન્દ્રસિંહ ઠાકોર, રામજીભાઇ જુડાલ, ભગવાનભાઇ સોની, રતનસિંહ ઠાકોર, ગણેશભાઇ પટેલ, રમેશચંદ્ર પંડ્યા, જામ જહાંગીર ખાન મુરાદખાન, પુષ્કરગીરી ગોસ્વામી, જગદીશભાઇ શ્રીમાળી, હિરેનભાઇ ઠાકર, ગણેશભાઇ ચૌધરી, આમીન પરમાર, ભીખાલાલ પ્રજાપતિ, મનુભાઇ માલધારી વિગેરે ઉપસ્થિત રહી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *