28/09/2020
Breaking News

કવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ફોન ઈન મુશાયરો યોજાયો…

કવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ફોન ઈન મુશાયરો યોજાયો…..

તા 24/05/20 રવિવારે કવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ફોન ઈન મુશાયરો યોજવામાં આવ્યો. આ મુસાયરો લોકડાઉન દરમ્યાન સોસિયલ ડિસટન્સ જાળવીને સાહિત્યને વહેતું રાખવાની કલ્પના સાથે એક બીજા સાથે જોડાઇ શબ્દોનું અને સાહિતિક વૈચારિક મનોસ્થિતિનું આદનપ્રદાન કરવાનો હેતુ સવિશેષ છે. કવિમંચ દ્વારા આ કાર્યક્રમનો વિચાર લોકડાઉન દરમ્યાન કરવામાં આવ્યો જેમાં એક ટિમ બનીને બધાંના સહયોગથી આ ભાગીરથી કાર્ય થઈ રહ્યુ છે. આગળ પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે. આજના મુશાયરા માં ભાગ લેનાર કવિમિત્રોમાં અતિથિ વિશેષ માનનીય વંદિતાબેન રાજ્યગુરુ દવે "પ્રેરણા" (ધોરાજી), સંચાલન વિનોદ માણેક "ચાતક" (અંજાર) જિજ્ઞાસાબેન ઓઝા (સુરત), ચેતનાબેન ગણાત્રા "ચેતુ" (મુંબઈ), શિલ્પા શેઠ "શિલ્પ" (મુંબઈ), સંદિપ પટેલ" કસક""ખિતાબ" (ઈડર), વિજય પ્રજાપતિ "કુમાર"(રાજુલા), અલ્પાબેન વસા "કાવ્યાલ્પ" (મુંબઈ), સંગીતા ચૌહાણ "તપસ્યા" (સુરત), ભરત ગોસ્વામી "ભાવુક" (અંજાર), શીતલ ભાટિયા "સ્વપ્નીલ"(માધાપર), કેશવજી લોચા "સમીપ" (ભુજ), દીપક પુરી" દર્દે દિલ" (ગાંધીધામ) આ કવિ મિત્રો જોડાઈ ને સતત બે કલાક સુધી શબ્દના સારથી બનીને પોતાની રચનાઓ આસ્વાદ કરાવ્યો હતો..
  આ મુશાયરાના અંશ સ્વરૂપે કેટલાંક ચુનંદા શેર...

નજર ઉઠાવીને જ્યારે, જોયું મેં આ વિશ્વને,
નથી કંઇ સાર એમાં, માપી લીધું મેં આ વિશ્વને.
આડંબર ને બાહ્ય ટાપટીપમાં જ રાચે છે સૌ,
માટે જ જામ સમજી હંમેશ પીધું મેં આ વિશ્વને.
-વંદિતા રાજ્યગુરુ “પ્રેરણા”

ભટકતી વણઝાર જેવો આ સમય
‘ને નસીબે કાંખઘોડી ક્યાં જવું ?
-વિનોદ માણેક,’ચાતક’

ચાલ રંગોળી કરી ઉદાસી ઊજવી લઇ જરી,
હાંફી જઇશું તો ફરીથી ખોતરીશું જાતને!
-જિજ્ઞાસા ઓઝા

સ્નેહમાં આજ ખીલે છે મારી ગઝલ,
ચેતના થઇ જો ઝૂમે છે મારી ગઝલ.
-ચેતના ગણાત્રા “ચેતુ”

વાવતો જે સમજ તાત એ છે ખરો,
મૂળથી ફળ સુધીની સફર તેમ છે.
-શિલ્પા શેઠ “શિલ્પ”

પ્રણય ને વેદના પર્યાય બનશે આ મિલનટાણે,
નઠારી વેદના બળતણ કરી ને તાપણે બેઠા.
-સંદિપ પટેલ”કસક”

મારેતો પ્રેમજ કરવો છે ક્યા બિજુ માંગુ છું,
“કુમાર” દિલ દિધુ છે એમાત્ર એમનમ માંગુ છું.
-વિજય પ્રજાપતિ”કુમાર”

હું તો બંધારણના રણમાં અટવાણી.
ઝાઝી ઈચ્છાઓના સળમાં અટવાણી.
વેરો વંચો, વ્હાલે દવલે પીડાણી,
હું સૌ મારા છે ના ભ્રમમાં અટવાણી.
-‘કાવ્યાલ્પ’ અલ્પા વસા

પ્રેમમાં કેદ હો, સ્પર્શની દિવ્યતા,
ચાંદની રાતમાં, ક્યાં ભલીવાર છે?
-સંગીતા ચૌહાણ “તપસ્યા”

આવ્યા હતાં દર્દ આપવા
આવીને દવા થઈ ગયા.
-ભરત ગોસ્વામી “ભાવુક”

તારા વિનાની એક પળ જો મને માફક નથી,
દે સાથ હર સંજોગને શણગારવા તૈયાર છું.
-શીતલ ભાટિયા”સ્વપ્નીલ”

कहां है मेरी मंजिल कोई राह तो दिखायें,
भुल गया हुं मैं रास्ता कोई राह तो दिखायें..!!!
-“समीप” केशवजी डी. लोंचा,

સૂર્યની રોશની ચાલશે ક્યાં સુધી,
ભીંતરી આગને હાથમાં રાખજે.
-દીપક પુરી “દર્દે દિલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *