29/09/2020
Breaking News

કોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી

કોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી
સાબરડેરી દ્રારા હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજમાં બાળકો માટે વેન્ટીલેટર અર્પણ કરાયું
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી કોરોનાના કપરા કાળમાં સમાજ સેવા માટે આગળ આવી હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજમાં વેન્ટીલેટરનું અર્પણ કર્યું હતું. હાલના કોરોના વાયરસની મહામારીમાં પશુપાલકોને આવક અને રાજ્યના નાગરીકોને દૂધ પુરૂ પાડવાનુ કામ કરવાની સાથે અન્ય સેવાના કામ કરી વહિવટી તંત્રને મદદરૂપ બની રહી છે. હિંમતનગરની મેડીકલ કોલેજ ખાતે કોવિડ ૧૯ ના રોગચાળા દરમિયાન ઘણા બાળરોગના દર્દીઓ, ખાસ કરીને નવજાત શિશુઓના જીવ બચાવવા માટે સાબરડેરી દ્રારા અધતન સુવિધાયુકત વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું હતુ. આ વેન્ટિલેટર પર ૧૦ કિલો સુધીના બાળકો કે જે કોરોના વાઈરસથી સંક્રમિત થયેલ હોય તેમજ તેના લીધે થયેલ ન્યુમોનિયા અને તેને સબંઘીત શ્વસનની તકલીફમા આ વેન્ટિલેટર પર રાખી શકાય છે. સાબર ડેરી દ્વારા આપવામાં આવેલ બેબી લોગ વેન્ટિલેટર માત્ર કોરોના ચેપગ્રસ્ત બાળકોને જ નહીં, પરંતુ ભવિષ્યમાં નાના બાળકો અને તેમાં પણ નાના પ્રિટરમબાળકોને સુમેળ વેન્ટિલેશન કરવામાં અને ફેફસાની ઇજાને રોકવામાં મદદ કરશે. આ વેન્ટીલેટર દ્રારા અપરિપક્વ ફેફસાં ધરાવતા પ્રિટરમ બાળકોમાં શ્વાસ લેવામા મદદ કરશે જેથી આ બાળક જાતે શ્વાસ લેતા ના થાય ત્યાં સુધી આ વેન્ટીલેટર આ બાળકને શ્વાસ આપશે. આ વેન્ટીલેટર દ્રારા હવે ઘણા ગરીબ અને જરૂરીયાતમંદ માતા-પિતાના વ્હાલસોયાઓને અધ્યતન સારવાર વિનામૂલ્યે મળવાથી તેમના જીવનમાં ખુશીનો ઉજાસ પથરાશે. આ યોગદાન બદલ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને જિલ્લા વહિવટી તંત્રએ સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ અને સાબરડેરી વહિવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
ઋષિ નાયક
સપાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *