28/09/2020
Breaking News

ભારતમાં સૌપ્રથમવાર કનવરજી વાધનિયા નામના ખેડૂતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની પસંદગી થઈ

બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર શહેર સ્થિત બિયારણની એક એવી કંપની જેણે ભારતમાં સૌ પ્રથમવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખેડૂત ની પસંદગી કરી
ભારતમાં સૌપ્રથમવાર કનવરજી વાધનિયા નામના ખેડૂતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની પસંદગી થઈ
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામના એક ખેડૂત જેઓ ઓછી જમીન હોવાના નાતે શાકભાજીના ઉત્પાદન તરફ દોટ મૂકી અને ઓછા રોકાણે ઓછી જમીન વધુ આવક કઈ રીતે મેળવી શકાય એ હેતુથી તેમણે ચોળી નું વાવેતર કરવા નું વિચાર્યું તેમને માતૃ સીડ્સ કંપની ની મધુ જાત ની ચોળી નું વાવેતર કર્યું પોતાની સખત મહેનત અને મજૂરી થી એક વીઘામાં અંદાજિત ૫ થી ૭ લાખનું ઉત્પાદન મેળવી પોતાની આવક માં વધારો નોંધાવ્યો ખેડૂત ના જણાવ્યા મુજબ તેમણે પાલનપુર ની માતૃ સીડ્સ કંપનીનું મધુ જાત નામની ચોળીનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી તેમને સારો એવો ફાયદો દેખાતા તેમણે લગાતાર બે ત્રણ વર્ષ આજ બિયારણનો વાવેતર કરી આવક માં વર્ષે ને વર્ષે વધારો જોવા મળતા રાણપુર ગામ ની આજુબાજુમાં કનવરજી વાઘણીયા ના નામથી આ મધુ જાતની ચોળીનું બિયારણ પ્રખ્યાત થયું જ્યારે માતૃ ના માલિક રવિંદભાઈ પટેલ ને મનોમન એક એવો વિચાર આવ્યો કે ઘણીબધી કંપનીઓ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હીરો હિરોઈન કે નામચીન વ્યક્તિ ને રાખતા હોય પણ આપણે આપણી બ્રાન્ડ ની વાવણી કરે એવી જ વ્યકિત ને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ ના કરીયે આવા વિચાર બાદ તેમણે પોતાની બ્રાન્ડ મધુ (ચોળી) બિયારણના પેકેજીંગ ઉપર કનવરજી વાધનિયા નામના ખેડૂતનો ફોટો છાપી અને આ ખેડૂતને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા જ્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના સંપાદકીય મંડળ દ્વારા કરવામાં આવે ચકાસણી મુજબ પાલનપુરની માતૃ સીડ્સ કંપની પહેલી એવી છે કે જેણે પહેલીવાર એક ખેડૂતને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *