28/09/2020
Breaking News

માસ્ક વગર હવે માર્ગે રઝળાય નહીં.. કોરોનાને માત આપવા જરાય ગાફેલ રહેવાય નહીં..

માસ્ક વગર હવે માર્ગે રઝળાય નહીં..
કોરોનાને માત આપવા જરાય ગાફેલ રહેવાય નહીં..
દુર થી આવતા સ્નેહીને દોડી ને ગળે લગાવાય નહીં..
હવે એ મસાલેદાર પાણીપુરી ના સ્વાદ ચાખવા જવાય નહીં..
હવે મોટા  જમણવાર ને જાન જોડાય  નહીં..
હાથને ધોયા વિના હવે ક્યારેય જમાવા બેસાય નહીં..
એકઠાં થવાની પ્રથા હવે જાળવાય નહીં..
કોઈ ના વાદ-વિવાદ જોવા હવે ઊભું રહેવાય નહીં..
સેનીટાઈઝર સાથે રાખવાનું ભુલાય નહીં..
રૂમાલ આડો કર્યા વીના હવે છીંક-ખાંસી ખવાય નહીં…
કિટ્ટીપાર્ટી અને બર્થડે પાર્ટી કરાય નહીં…
લટાર મારવા અમથું હવે બહાર જવાય નહીં…
પિકનિક ને પ્રવાસ ની મજા માણવા જવાય નહીં..
‘ચા’ ની ચૂસ્કી ની મુલાકાતના હવે અભરખા ઝાઝા રખાય નહિ…
સ્વાસ્થ્ય સુધાર્યા વગર ક્યાંય જવાય નહીં
કોરોનાને નાહકનો આવકારો હવે અપાય નહીં..
આ મહાસૂક્ષ્મજીવ ને સળગતો પ્રશ્ન બનાવાય નહીં..
એને હરાવવા હવે જરાય વિલંબ કરાય નહીં..
સામાજિક અંતર નો મંત્ર ભુલાય નહીં…
સ્વદેશી હાકલ વગર હવે તંત્ર ખોરવાય નહીં
સાવચેત બિલકુલ રહેવાય પણ એનાથી ડરાય નહીં..
આટલું વાંચી હવે “શ્રદ્ધા” ને પ્રતિભાવ આપ્યા વિના જવાય નહીં…
                          ✍️શ્રદ્ધા આર સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *