29/09/2020
Breaking News

સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા વંથલી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી દવાનું દરેક ગામ માં વિતરણ કરવામાં આવી રહેલ છે

જૂનાગઢ

સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા વંથલી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી દવાનું દરેક ગામ માં વિતરણ કરવામાં આવી રહેલ છે

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન અને સૂચના મુજબ આપણા જિલ્લા ના દરેક ગામમાં વર્તમાન કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરેક ગામના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર અને સરકારના આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી ની દવાનું વિતરણ કરવામાં આવી રહેલ છે આપણા જિલ્લાના જુદા જુદા ગામોમાં દરરોજ 12 થી 14 હજાર લોકોને આ ઉકાળો આપવા માં આવે છે આજ સુધી મા વંથલી શહેર મા લગભગ 10હજાર લોકો નૈ ઉકાળો ઘરે ઘરે જઈ આપવામાં આવેલ છે ગામના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહેલ છે ગામના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચાલી રહેલ આ કાર્યને બિરદાવી દરેકને તેનો લાભ લેવા અને કોરોના સામે રક્ષણ માટે શ્રી વિજયભાઈ રૂપાણી એ કહેલ કે બધા બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને નીકળે , વારંવાર હાથ સાબુ થી સાફ કરે અને વ્યક્તિ થી સલામત અંતર એટલે કે દો ગજ દુરી નું પાલન કરે અને તેઓ અને બાળકોનું ધ્યાન રાખે ની સલાહ નું પાલન કરવા જણાવેલ અને દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા દવા નું સેવન કરે અને આપના ગામા સ્વચ્છતા જાળવવા જણાવેલ.વર્તમાન સમયમાં કોરોના મહામારીસામે બધા એક થઈ લડત આપવા ગામલોકો એ જણાવેલ.
વૈશાલી કગરાણા
જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *