29/09/2020
Breaking News

એક દેશી બનાવટની ગેરકાયદેસરની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ

એક દેશી બનાવટની ગેરકાયદેસરની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ ગેર કાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે વાય.જે. રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની સુચના તેમજ એચ.એમ કાપડીઆ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ તા.૦૩/૦૭/૨૦૨૦ નારોજ એસ.ઓ.જી.સાબરકાંઠાના અ.હે.કોન્સ. કાળભાઇ દેવાભાઇ બ.નં-૯૪૫ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૫૬૨ તથા વુ.હે.કોન્સ. સીતાબેન ભરતભાઇ બ.નં-૧૧૬૯ તથા આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ બ.નં-૯૦ તથા આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં-૯૦૦ તથા ડ્રા.પો.કોન્સ.દશરથભાઇ જેઠાભાઇ બ.નં-૫૧૪ નાઓ ઇડર વિભાગમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કોન્સ.કાળુભાઇ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, મોટા બાવળ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં બકાભાઇ માલાભાઇ તરાળ રહે છે. તેના ઘરની આગળ ખાટી આંબલીનું ઝાડ આવેલ છે. જે બકાભાઇ પોતાના ઘરે વગર લાયસન્સ ની ગેર કાયદેસરની ફુલ્લીળદાર દેશી બનાવટની બંદુક રાખેલ છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે સદરીના ઘરે જઇ કોર્ડન કરી તપાસ કરતાં સદરી બકાભાઇ સ/ઓ માલાભાઇ નાંનાભાઇ તરાળ રહે.ડોસ ફળીયું, મોટા બાવળ, તા. ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા વાળાના મકાનમાંથી એક દેશી બનાવટની ગેર કાયદેસરની બંદુક (અગ્નિશસ્ત્ર) મળી આવતાં બંદુકની કિંમત રૂપિયા-૨,૦૦૦/- ની ગણી સદરી મુદ્દામાલ કબજે કરી સદરીની વિરૂધ્ધમાં ખેરોજ પો.સ્ટે.ખાતે આર્મ્સ એક્ટ મુજબ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, સાબરકાંઠા એસ.ઓ.જી.ને ગેર કાયદેરસ હથિયાર પકડવામાં વધુ એક સફળતા મળેલ છે.
બ્યુરો રિપોર્ટ… ઈડર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *