29/09/2020
Breaking News

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- માંગરોળ

માંગરોળ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- માંગરોળ

પહેલી રાખી દેશ પ્રેમ કી
તા.૧૭/૭/૨૦૨૦
આજ રોજ માંગરોળ બંદર
વિસ્તાર વોર્ડ નંબર 5 અને 7 માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયેલ. જેમાં બહેનો દ્વારા રાખડી બનાવી અને દેશના વીર જવાનો માટે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માટે રાખડી અને એક સંદેશો કે જે આપણા વીર જવાનોના જુસ્સામાં ઉત્સાહવર્ધક કરે તેવો સંદશો પણ તૈયાર કરી પોતાની લાગણી વ્યક્ત કરી.
બહેનો અને સામાજિક આગેવાનો દ્વારા કાર્યક્રમમા પોતાની વાણીથી વીર જવાનોના સાહસ અને પરાક્રમની વીરગાથાઓથી બધાને મંત્રમુગ્ધ કર્યા અને દરેક માં દેશભક્તિનો જ્વાર પ્રજવલિત કર્યા.

કાર્યક્રમની ઉજવણી સામાજિક અંતર જળવાય અને માસ્ક સાથે ઉજવેલ. આ કાર્યક્રમમ શ્રી વેલજીભાઈ મસાણી( પ્રદેશ કન્વીનર માછીમાર સેલ,ગુજરાત પ્રદેશ), શ્રી લીનેશભાઈ સોમૈયા(માંગરોળ શહેર ભાજપ પ્રમુખ), શ્રી માધાભાઈ ભદ્રેશા(પૂર્વ શહેર ભાજપ પ્રમુખ),શ્રી પરસોત્તમભાઈ ખોરાવા(ખારવા સમાજ પટેલ), શ્રી વિપુલભાઈ પરમાર( ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માંગરોળ અને યુવા કેન્દ્રના સભ્યો તમામ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અલ્પેશ કગરાણા
જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *