28/09/2020
Breaking News

વાડી માતરીયા પ્રા. શાળામાં ગામના દાતાઓ દ્વારા 400 નંગ થાળી, થાળી મૂકવા માટેનું સ્ટેન્ડ ,બાકડા ની આપેલી ભેટ

વાડી માતરીયા પ્રા. શાળામાં ગામના દાતાઓ દ્વારા 400 નંગ થાળી, થાળી મૂકવા માટેનું સ્ટેન્ડ ,બાકડા ની આપેલી ભેટ
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાની વાડીમાતરીયા પ્રાથમિક શાળામાં ગામના યુવાન મિત્રો શ્રી પટેલ સમરસિંહ બાધરભાઈ તથા શ્રી પટેલ નરવતસિંહ અભેસિંહ જેઓએ શાળાના બાળકોને મધ્યાહન ભોજન યોજના માં ચાલતું ભોજન જમવા માટે ૨૧ હજારની ૪૦૦ નંગ જેટલી થાળી દાનમાં આપી હતી. આ પ્રસંગે એમને સાફો ,સાલ અને સન્માનપત્ર અર્પણ કરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગામના શિક્ષક શ્રી બારીયા ભુપેન્દ્ર સિંહ પ્રભાતસિંહ એમની માતા ના પુણ્યતિથિ નિમિત્તે બે બાકડા બેસવા માટે આપવાની જાહેરાત કરી હતી તથા ગામના બજરંગ બલી ગ્રુપ દ્વારા થાળી મૂકવા માટેનું સ્ટેન્ડ આપવાની પણ જાહેરાત કરી હતી. શાળાના આચાર્યશ્રી અને મોરવા હડપ ના બીટ કેળવણી નિરીક્ષક શ્રી નવીનભાઈ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સમગ્ર શાળા પરિવાર , એસ.એમ.સી કમીટી અને ગ્રામજનો તરફથી દાતા ઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *