28/09/2020
Breaking News

હિંમતનગર મેડીકલ કોલેજને એસ.બી.આઇ બેંકે ૫ વેન્ટીલેટરની ભેટ આપી મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થતા જિલ્લાની જનતાને લાભ થશે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ

હિંમતનગર મેડીકલ કોલેજને એસ.બી.આઇ બેંકે ૫ વેન્ટીલેટરની ભેટ આપી
મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થતા જિલ્લાની જનતાને લાભ થશે
જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ
સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગરને જિલ્લા સમાહર્તાશ્રીની ઉપસ્થિતમાં ભારતીય સ્ટેટ બેંક(એસ.બી.આઇ) દ્રારા ૫ વેન્ટીલેટર અર્પણ કરાયા હતા. હાલમાં કોરોના મહામારીમાં ભારતની મોટી બેંક ગણાતી ભારતીય સ્ટેટ બેંક દ્રારા આમ જનતાની અને વહિવટી તંત્રને મદદરૂપ થવા માટે રાજ્યની પાંચ મેડીકલ કોલેજોને ૨૫ વેન્ટીલેટર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાહર્તાએ વહિવટી તંત્ર વતી વેન્ટીલેટર સ્વીકારતા જણાવ્યું હતું કે, ભારતીય સ્ટેટ બેંક દ્રારા કોરોનાના કાળમાં ખુબ જ સારી સેવાઓ કરવામાં આવી રહી છે. અગાઉ બેંક દ્રારા માસ્ક, હેન્ડ સેનિટાઇઝર તેમજ પી.પી.ઇ કીટ જેવી ખુબ જ જરૂરીયાતની વસ્તુઓ હોસ્પિટલને ભેટ આપી કોરોના વોરીયર્સ તરીકે કામ કરતાં ડૉક્ટરો અને નર્સોનો ઉત્સાહ વધાર્યો છે. આ વેન્ટીલેટર મળવાથી જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો થયો છે. મેડીકલ કોલેજ ખાતે ૪૩ વેન્ટીલેટર હતા જેમાં નવા ૫ વેન્ટીલેટર ઉમેરાતા આજે મેડીકલ કોલેજમાં ૪૮ વેન્ટીલેટર ઉપલબ્ધ થયા છે. જેના કારણે ઇમરજન્સી સમયે વધુ લોકોના જીવ બચાવી શકાશે. જેથી જિલ્લાની જનતાને ઘર આંગણે મેડિકલની સારી સુવિધાઓ આપી શકાશે. આ સાથે સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર અને જનતા વતી એસ.બી.આઇ બેંકનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. રાજેન્દ્ર પટેલ, મેડીકલ કોલેજના ડીનશ્રી ડો. આશિષ કટારકર, સી.ડી.એમ.ઓ શ્રી ડો.મયુર ગાંધી, આર.એમ.ઓ શ્રી ડો. એન.એમ શાહ, હિંમતનગર પ્રાંતશ્રી યતિનભાઇ ચૌધરી,એસ.બી.આઇ. જનરલ મેનેજરશ્રી રમેશ અગ્રવાલ, રીજયોનલ મેનેજર શ્રી વિમલ ખાબિયા, બ્રાન્ચ મેનેજરશ્રી શરત પિલ્લઇ તેમજ મેડિકલ કોલેજના ડોકટરો,નર્સો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *