28/09/2020
Breaking News

નાની ખજૂરી પ્રાથમિક શાળામાં લોકડાઉનમા પણ બાળકો ને ઉત્તમ શિક્ષણ આપતા શાળાના શિક્ષકો

નાની ખજૂરી પ્રાથમિક શાળામાં લોકડાઉનમા પણ બાળકો ને ઉત્તમ શિક્ષણ આપતા શાળાના શિક્ષકો
મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાની આંતરિયાળ નાની ખજૂરી પ્રાથમિક શાળામાં બાળકોને શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર દ્વારા કોરોના મહામારીમાં લોકડાઉનથી આજ સુધી બાળકોને સરકારશ્રીના પરિપત્ર મુજબ સુંદર આયોજન કરી અભ્યાસ કરાવવામાં આવે છે.
શાળામાં ભણતા બાળકોને ઓનલાઈન શિક્ષણ મળે તે માટે દરેક ધોરણના વોટ્સએપ ગૃપ દ્વારા, શાળા ના દરેક વર્ગના ૧૫ બાળકોને રોજેરોજ ફોન કરીને, માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લીકેશન દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા ઓનલાઈન શિક્ષણ તથા શાળામાં શિક્ષકોનાં રોટેશન પદ્ધતિ મુજબ બાળકોને રૂબરૂ મળીને ઘરે શીખીએ અંતર્ગત બાળકદીઠ સમજણ આપવામાં આવે છે.
શાળામાંથી તમામ પાઠ્યપુસ્તકો, એકમ કસોટી, ઘરે શીખીએ જુન જુલાઈ ની બુટ વગેરે તમામ બાળકોને ઘરે જ સોશ્યલ ડિસ્ટન્સ રાખીને પહોંચતું કરવામાં આવે છે અને બાળકો અને વાલીઓ ને કોરોના મહામારીમાં લેવાનાં સાવચેતીના પગલાં વિશે અવગત કરાવવામાં આવે છે ‌.
આ ઉપરાંત શાળામાં ચાલતા ઓનલાઈન ક્લાસમાં ખાનગી શાળાનો એક બાળક જોડાઈને શિક્ષણ મેળવી રહ્યો છે.
શાળાની આ તમામ પ્રવૃત્તિઓ શાળાના ફેસબુક પેજ પર, વોટ્સએપ પર, વર્ક પ્લેસ પર મૂકવામાં આવે છે. જેને કેટલાક લોકો અને સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
આમ આંતરિયાળ પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ને લોકડાઉનમા પણ સારું શિક્ષણ મળી રહે તે માટે નાની ખજૂરી પ્રાથમિક શાળાનો પ્રયત્ન ઉદાહરણરૂપ બન્યો છે. ગામના વાલીઓ પણ પોતાના બાળકના શિક્ષણ પ્રત્યે જાગૃત બનવા લાગ્યા છે. આવું સારું શિક્ષણ મળતાં કેટલાંક ખાનગી શાળાઓના બાળકોએ પણ આ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. ખરેખર આ શાળાની કામગીરી કપરાં કાળમાં પણ પ્રશંસનીય રહી છે.
રિપોર્ટ:- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *