29/09/2020
Breaking News

મેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ

મેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ
સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલમાં હાલ કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર સ્ટાફ દ્રારા દિવસ રાત દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. આ સમયે પવિત્ર તહેવારોની શરૂઆત થઈ છે. ત્યારે કોરોનાને હરાવવા અને મેડિકલ કોલેજમાં દાખલ દર્દીઓને ઘર જેવુ હુંફાળુ વાતાવરણ મળી રહે તે ઉદ્દેશ્યથી દાખલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. હિંમતનગર મેડિકલ કોલેજમાં નર્સિંગ તાલિમના ઉત્તર ગુજરાતના પ્રતિનિધી જોત્સનાબેન ચૌધરી અને (ICN) નેહાબેન જોરાવીઆ તથા સમગ્ર નસિઁગ સ્ટાફ ભેગા મળીને પવિત્ર શ્રાવણ માસમા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કોરોના પોઝીટીવ વોર્ડમા દાખલ થયેલ કોરોના પોઝીટીવ દર્દીઓને રાખડી બાંધી તેમને જલદી સાજા થઈ જાય તે માટે અને લાંબુ આયુષ્ય મળે તે માટે શુભકામના પાઠવી હતી. સાથે જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્પિટલ હિંમતનગર આઇશોલેશન વોર્ડમાં કામ કરતા ડોક્ટર, સ્ટાફ બ્રધર, નસિઁગ સ્ટુડન્ટ, તેમજ અન્ય કોરોના વોરીયર્સને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી. ઋષિ નાયક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *