29/09/2020
Breaking News

ભદામેશ્વર મંદિર માં નાગપાંચમ નિમિત્તે ભક્તો એ પૂજા અર્ચના કરી

ભદામેશ્વર મંદિર માં નાગપાંચમ નિમિત્તે ભક્તો એ પૂજા અર્ચના કરી
આ અંગેની વિગત એવી છે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે
અરવલ્લીની ગિરીમાળા ઓની છત્રછાયામાં ઈડરિયાગઢની સમીપે પ્રાકૃતિક સૌંદર્યધામ ભદામેશ્વર મહાદેવમાં જગતપાલક શિવના સાનિધ્યમાં આવેલું ઈડર તાલુકા ના ગામોમાં અગ્રેસર એવું રૂડું ગામ ભદ્રેસર. નામ તેવા ગુણ. ભદ્ર એટલે ઉજળું અને સર એટલે આગળ પડતું.તમામ જ્ઞાતિઓના સમુહથી સભર ભદ્રેસર ગામ ઈડરના ગામડાઓમાં ડુંગળ ત્યાં ગામ છે તે જોતા ભૂતકાળમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હશે અને નગરો દટાયાં હશે.જમીન ફાટતા નીકળેલ જ્વાળામુખીએ ડુંગળનાં રૂપ ધર્યા હશે એવી ધારણા થાય છે
ઈડર થી આશરે 15 કીમી દૂર ભદ્રેસર ગામ આવેલ છે.આ ભૂમિ ઉપર ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા અને મોરારીબાપુ જેવા મોટા કથાકારો આવી ગયેલ છે.વધુમાં ગૌવાવ(ગુહાઈ) નદીના પટ પર આવેલ ભદામેશ્વર તીર્થધામ સાથે સંકળાયેલ સંતો પરિચય મહંતશ્રી બોળાબાવજી(કાનગિરી) મહારાજ, મહંત શ્રી ઉગરેશ્વરજી બોળાબાવજી મહારાજ મહંતશ્રી બુધ્ધગિરીજી શીતલગિરીજીમહારાજ,શ્રી મહંત108 ગોપાલગિરીજી વસંતગિરીજી મહારાજ(ભૂતનાથદાદા), મહંતશ્રી હરીગિરીજી ગોપાલગિરીજી મહારાજ, મહંતશ્રી પ્રયાગગિરીજી ગોપાલગિરીજી મહારાજ, મહંતશ્રી કૃષ્ણાનંદગિરીજી શીવગિરીજી મહારાજ અને શ્રી મહંત થાનાપતિ શ્રી શાંતિગિરીજી શીવગિરીજી મહારાજ વગરે વધુમાં આ ભદ્રેસર ના મંદિર ચોક માં નાગદેવતાનું નાનું મંદિર છે નાગદેવતા ના મંદિર પહેલા રાફડો હતો અને ગમે ત્યારે નાગદેવતા દર્શન દેતા હતા હવે આ જગ્યા ઉપર નાનું મંદિર બનાવેલ છે અને કાલસર્પની ચિત્રાત્મક આકૃતિ છે અહીં શનિવાર ના રોજ નાગપાંચમ નિમિત્તે ગ્રામજનો એ નૈવેધ માં બાજરીના લોટના ચોખ્ખા ધી કુલળ ના લાડુ ધૂપ – દીપ અર્પણ કરી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી
અહેવાલ ઋષિ નાયક
સાપાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *