28/09/2020
Breaking News

દાહોદ જિલ્લા ગોપાલક સંઘ તરફથી એક દિવસીય કેમ્પનું આયોજન

દાહોદ જિલ્લા ગોપાલક સંઘ તરફથી એક દિવસીય કેમ્પનું આયોજન
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મુરલીધર ગૌ શાળા મુકામે ગૌ ચિકિત્સક અને ગૌવૈધ મનજીભાઈ બાલધિયા (સૌરાષ્ટ્ર) તથા ડો. નારણસીંહ ચોહાણ (કૃષિ યુનિવર્સિટી આણંદ) સાથેના ગૌ આધારિત કૃષિ અને ગૌ આધારિત ચિકિત્સા વિષય સાથેની એક દિવસીય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં દાહોદ જિલ્લાના ગૌપાલક મિત્રોએ મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. મનજીભાઈ બાલધિયા એ ગૌપાલક મિત્રોને વિવિધ બીમારીઓમાંથી ગાયનું ઝરણ અને ગાયનું ગોબર માંથી વિવિધ પ્રકારની દવા બનાવી કઇ રીતે ઉપયોગમાં લઈ શકાય એના વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.
રીપોર્ટ :- મુનિન્દ્રભાઈ પટેલ
દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *