29/09/2020
Breaking News

હિંમતનગર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

હિંમતનગર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી
જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વે ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
એ ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી
સાબરકાંઠા જિલ્લાકક્ષાના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. જેમાં ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી આઝાદીના ઘડવૈયાઓ અને વીર જવાનોને દિલથી પાવન પ્રસંગે યાદ કર્યા હતા.
આઝાદીના ૭૪મા પર્વની સૌને શુભકામના પાઠવતા ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશના સુરક્ષા દળોમાં ગુજરાતી યુવાનોની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે જિલ્લાના "સૈનિકોના ગામ" તરીકે ઓળખ મેળવનાર વિજયનગરના કોડિયાવાડા ગામને નમન કરી સાબરકાંઠાની ઓળખ એવા આપણા ગુજરાતી સાહિત્યને ઉચ્ચ કોટીનું સન્માન અપાવનાર કવિશ્રી ઉમાશંકર જોષી, શ્રી પન્નાલાલ પટેલ, શ્રી જયવદન પટેલ અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર- અરવિંદ ત્રિવેદીની જોડીને યાદ કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા. તેમજ "ધ કોરોના વોરિયર્સ" પુસ્તકનું વિમોચન કર્યું હતું.કોરોના મહામારીમાં યોગદાન દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું. ગંગા સ્વરૂપા લાભાર્થીઓને આર્થિક સહાય વિતરણ કરાઇ હતી. તેમજ મહેસુલ, પોલીસ, પંચાયત શ્રમ અને રોજગાર ઉધોગ અને જી.આઇ. ડી.સી. સામાજિક ન્યાય અને અધિકારીતા શહેરી વિકાસ વિભાગના મુખ્ય અધિકારીઓને પ્રમાણ પત્ર એનાયત કર્યા હતા.તેમજ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.કોરોના મહામારીને માત આપી સાજા થયેલા બે દર્દીઓને સાલ આપી સન્માનિત કરાયા. બ્લડ કલેકશન વાનનુ લોકાર્પણ, વૃક્ષારોપણ, તકતી અનાવરણ, રક્તદાન શિબિર તથા જીમની મુલાકાત લીધી હતી. કાર્યક્ર્મના અંતે હિંમતનગર ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને અનાવર્ણ કરી પુષ્ય માળા પહેરાવી હતી. આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમિલાબેન બારા, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેંન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઇડર ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડિયા, ખેડ્બ્રહ્મા ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી અનિરુધ્ધ સોરઠીયા, જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલ જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેંન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી ચૈતન્ય માંડલિક, અધિક કલેકટર શ્રી એચ.આર. મોદી, જિલ્લાના અગ્રણીઓ શ્રી મહેશભાઇ ઉપાધ્યાય આમંત્રીત મહાનુભાવો અને અગ્રણીઓ,દાતાશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.....
ઋષિ નાયક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *